વ્યવહાર, કડવા-મીઠા લાડવાનો હિસાબ! 

  • 3.1k
  • 1
  • 1.1k

રોહિણીબેન તેમના બે દીકરા અને પતિ સાથે સુખી જીવન જીવતાં હતાં. દીકરાઓ ભણી-ગણીને મોટા થયા, નોકરી-ધંધે લાગ્યા. તેમને પરણાવવાનો વખત આવ્યો. રોહિણીબેને જાતે સારી સંસ્કારી કન્યાઓ પસંદ કરી અને બંને દીકરાઓને પરણાવ્યા. બે વહુઓ ઘરમાં આવી, એક મોટી અને એક નાની. આમ તો ઘરમાં આનંદ હતો, પણ ધીમે ધીમે ઘરમાં વાસણો તો ખખડે, તેમાં રોહિણીબેનને નાની વહુ જોડે બહુ ટકરામણ થઈ જતી. એટલે તેમને અભિપ્રાય બેસી જ ગયો કે, “નાની તો બહુ જબરી છે, બહુ ઉપાધિ કરાવે છે. મોટી વહુ ડાહી, સમજુ ને સંસ્કારી છે, બહુ એડજસ્ટેબલ છે.” પછી તો કોઈ પણ મહેમાન ઘરે આવે ત્યારે રોહિણીબેનની આ રેકર્ડ વાગવાની