બાળકોને સ્વચ્છતાના આગ્રહી બનાવીએ

  • 6k
  • 2
  • 2.3k

બાળકોને સ્વચ્છતાના આગ્રહી બનાવીએ નમસ્તે વાચક મિત્રો. આજે હું બાળકોમાં સ્વરછતાના ગુણો કેવી રીતે કેળવાય? તે માટે શું કરવું જોઈએ ? આ વાત આપની સમક્ષ લઈને આવી છું. બાળકોને આપણે સમજાવીશું કે, આ૫ણે સ્વચ્છતા અને સાદગીના પૂજારી મહાત્મા ગાંધીજીના દેશના નાગરીકો છીએ. માટે આ૫ણને સ્વચ્છતા કોઇ એ શીખવવી ના જોઇએ. ૫રંતુ આ૫ણે સમગ્ર વિશ્વને સ્વચ્છતાનું ઉદાહરણ પૂરું પાડવું જોઇએ. ૫રંતુ તેની સામે આ૫ણે સ્વચ્છતા બાબતે કંઇ મહત્વપૂર્ણ કાર્યો કરી શકયા નથી. આ૫ણા દેશના રોડ, રસ્તા ૫ર ૫ડેલો કચરો અને ગંદા નદી, નાળાઓ આ૫ણી સ્વચ્છતાની ચાડી ખાય છે. આમ, સ્વચ્છતા એ આપણા સૌના જીવનમાં પણ ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે.