મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 11

  • 2.7k
  • 1.4k

પ્રકરણ ૧૧નર્સ સુમનબેન દ્વારા બોલાયેલો નસીબદાર શબ્દ કવિતાને હથોડાની જેમ મગજમાં વાગ્યો. હા, આમ તો સાચે જ નસીબદાર, દાદા-દાદી અને મમ્મી-પપ્પાનાં લાડમાં ઉછરેલી ગર્ભ શ્રીમંત ઘરની એકની એક દીકરી, સોહામણા અને સમજદાર પતિની વ્હાલી પત્ની, ડાહી અને મીઠડી દીકરીની મા! આમ, મનફાવે એમ જીવી કહેવાઉં પણ ખરેખર, મન ફાવે એમ જીવી છું ખરી? સૌના મનને ફાવતું એ મારાં મનને ફાવ્યુ એમાં કોઈનો વાંક ખરો? જ્યારે આલાપને મળી ત્યારે કેમ બધું જ ભૂલી ગઈ હતી? એ ક્યાં પરમને ટક્કર આપે એવો દેખાય છે? સામાન્ય ઘઉંવર્ણો, કાળી ભરાવદાર દાઢી અને સાધારણ આકર્ષક કહી શકાય એવો ચહેરો હતો. હા, એની આંખો ગજબ ચમકદાર