સપનાનાં વાવેતર - 5

(76)
  • 7.8k
  • 3
  • 6.1k

સપનાનાં વાવેતર પ્રકરણ 5"આ દીવાકર ગુરુજી તો મને જોઈને જ ઓળખી ગયા. ધીરુભાઈનો પૌત્ર છું એમ પણ કહી દીધું. મારા માથે હાથ મૂકીને આખી હનુમાન ચાલીસા યાદ કરાવી દીધી. એમણે તો એ પણ કહી દીધું કે એમણે જ મને એમની પાસે બોલાવ્યો છે ! મને તો આ બધી વાતો નવાઈ ભરેલી લાગે છે કૃતિ. મેં મારી લાઇફમાં આવો અનુભવ પહેલી વાર કર્યો છે. " ગાડીમાં બેઠા પછી અનિકેત બોલ્યો. "તમે ખૂબ જ નસીબદાર છો કે તમને એમણે સામેથી હનુમાન દાદાની દીક્ષા આપી. હવે તો એ તમારા ગુરુ બની ગયા. દર વર્ષે ગુરુપૂર્ણિમાએ તમારા દાદાની સાથે તમારે પણ રાજકોટ આવવું પડશે.