સાંજ વિદાય લેતી હતી. એનો પાલવ પકડીને રાત પૃથ્વી પર પા પા પગલી માંડવા ઊતરી રહી હતી. શહેરથી બહાર, ભીડથી દૂર બે યુવાનો પ્રેમી હૈયાઓ શબ્દોની દોરી પર સપનાંના આસોપાલવ બાંધી રહ્યાં હતાં.‘શ્રાવણ, આજે આપણે છાનાં-છપનાં છેલ્લી વાર મળી રહ્યાં છીએ. આવતીકાલે તો અમે તારા ઘરે આવીશું. મારાં પપ્પા-મમ્મી અને તારાં પપ્પા-મમ્મી એકબીજાને પહેલીવાર મળશે. આપણને ઓફિશિયલી જોશે, ચકાસશે અને પછી ફેંસલો કરશે કે આપણે યોગ્ય છીએ કે નહીં. શ્રાવણ, સાચું કહું? મને તો ડર લાગે છે.’ બાવીસ વર્ષનો સોહામણો શ્રાવણ વૃક્ષના થડને અઢેલીને બેઠેલો હતો અને વીસ વર્ષની અનુપમ સૌંદર્યવતી એની પ્રેમિકા સફર એની સામે બેસીને ભયભીત મૃગલીની જેમ