દરિયા નું મીઠું પાણી - 16 - એકતરફી પ્રેમ

  • 2.1k
  • 1k

"એ વિતેલ વરવા સમયને ભુલી જા દીકરી.તારા બાપુજી તારી ચિંતામાં કોઈ ખરાબ પગલું ભરી ના બેસે એનો ડર મને સતત સતાવી રહ્યો છે.તારા મોંઢા પર પહેલાં જે હાસ્ય હતું એને ફરીથી લાવવાની કોશિશ કર દીકરી.ગઈ ગુજરી ભૂલી જા.મૂઠી માટી નાખી દે એ ભૂતકાળ પર.તારા સંસ્કારોને યાદ કરી જો દીકરી." છેલ્લા એક મહિનાથી હતાશામાં ગરકાવ થઈને ગુમસુમ બની ગયેલ સુરભીને એનાં મમ્મી શીલાબેન માથે હાથ મુકીને સાંત્વના આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. ખાટલામાં આડા પડખે થયેલ સુરભીએ સ્હેજ ઉંચું મોં કરીને શીલાબેન સામે જોવાનો પ્રયત્ન કર્યો પરંતુ એની આંખોએ સાથ ના આપ્યો.એ તો અનરાધાર વરસી પડી. શીલાબેને એમની સાડી વડે દીકરીનાં