ધારપુર મેડિકલ કોલેજ..પાટણ (ગુજરાત)

  • 3.2k
  • 1
  • 1.2k

ધારપુર મેડિકલ કોલેજ....પાટણ.મારા દીકરાને ગંભીર અકસ્માત થયો છે. હું ખાનગી હોસ્પિટલમાં રાતના ૩ વાગે લઈને આવ્યો છું.મારી જોડે બીજું કોઈ નથી,છોકરો સિરિયસ છે,બોલતો નથી, અકસ્માત વાળા અંગોમાંથી લોહી વહી રહ્યું છે,હોસ્પીટલના ખાટલે સુવડાવ્યો છે, તમારા મારા જેવા પાસેથી પાંચ પાંચસો માંગીને કોઈએ કીધું તે મુજબ આ હોસ્પિટલમાં મયંકને લાવ્યો છું.ડોક્ટર તો માઁ કાર્ડ માંગે છે, મારી પાસે નથી અને ના હોય તો પુરા બે લાખ ડિપોઝીટ મુકવાનું કહે છે.મારું મગજ કામ કરતું નથી,મને પણ ચક્કર આવે છે.શું કરું? ઘરે પત્નીને કહેવા રહ્યો નથી.અકસ્માતના જેવા સમાચાર મળ્યા એવો દુકાન બંધ કરી છોકરા પાસે જે સાધન મળે તે દ્વારા ગાંધીધામ પહોંચીને ખાનગી