શું તમારું બાળક ભણતર પ્રત્યે નિરસતા દાખવે છે ?

  • 4.8k
  • 2
  • 1.8k

શું તમારું બાળક ભણતર પ્રત્યે નિરસતા દાખવે છે ? નમસ્કાર વાચક મિત્રો. આજે એક એવી સમસ્યા વિશે વાત કરવી છે કે જેની ચિંતા માતા-પિતાને સતત સતાવતી જ રહેતી હોય છે. અને તે છે તેમના બાળકોનો અભ્યાસ. સંતાનો સારી રીતે ભણે તે માટે માતા-પિતા તેને સારામાં સારી સ્કૂલમાં એડમિશન અપાવતા હોય છે. મોંઘા ટ્યુશન ક્લાસિસમાં પણ બાળકોને મૂકતા હોય છે. પણ, ઘણીવાર એવું બનતું હોય છે કે બાળકોનું ભણવામાં મન જ નથી લાગતું હોતું. ગમે તેટલું કરો, પણ, બાળકો ભણે જ નહીં. અને જો ભણે તો પણ તેમને કંઈ યાદ જ ન રહે. ક્યાંક તમારા સંતાનો સાથે પણ આવી જ સમસ્યા