ઋણાનુબંધ.. - 57

(16)
  • 3k
  • 3
  • 1.5k

અજય કોલેજ પહોંચી જ ગયો હતો. સ્તુતિને મળવા માટે આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો. આજ સમય પણ એનો થંભી ગયો હતો. એક એક મિનિટે એ ઘડિયાળમાં જોઈ રહ્યો હતો. અજયની જાણ મુજબ ૮:૧૫થી એની કોલેજ શરૂ થઈ જતી હતી. એ આઠ વાગ્યે જ કોલેજ પહોંચી ગયો હતો. આવનાર દરેકને અજય જોઈ રહ્યો હતો. સ્તુતિ એની સખી સાથે ચાલતી કોલેજ આવી રહી હતી. એ સ્તુતિને જોઈ જ રહ્યો, ખરેખર પ્રીતિ જેવી જ દેખાય રહી હતી. સ્તુતિને ખ્યાલ પણ નહોતો કે, એના પપ્પા આવ્યા છે. એ તો એની સખી સાથે વાતો કરતી મસ્ત પોતાની ધૂનમાં જ જઈ રહી હતી. અજય સામેથી