લાંભા બળીયાદેવનું મંદિર - ભાગ 1

  • 5.2k
  • 2
  • 2.8k

લાંભા બળીયાદેવા મંદિર : તા.૧૯ ૦૦૯ ૨૦૨૩ :           ઘણા સમયથી મારા ત્રણ વર્ષના બાબાની બાધા પૂરી કરવા માટે લાંભાના બળીયા દેવના મંદિરે જવાની ઇચ્છા હતી. પણ કોઇ કારણસર જઇ શકાયું ન હતું. કહેવાય છે કે, ઇશ્વરના હુકમ વગર કયાંય જઇ શકાતું નથી અને આખરે એ હુકમ થઇ ગયો. અમે લાંભાના બળીયાદેવના મંદિરે જવાનું નકકી કરી દીધું. લાંભાના બળીયાદેવના મંદિરના મારા અનુભવ પહેલા તેમના ઇતિહાસમાં પર આપણે નજર કરીએ. એ પહેલા તમને જણાવી દઇએ કે લાંભા બળીયાદેવનું મંદિર અમદાવાદમાં આવેલું છે. કહેવાય છે કે, મંદિરનો ઇતિહાસ ૧૭૫ વર્ષ જૂનો છે.