સપનાનાં વાવેતર - 2

(88)
  • 8.1k
  • 3
  • 6.8k

સપનાનાં વાવેતર - પ્રકરણ 2હરસુખભાઈ માવાણીની પૌત્રી કૃતિ માટે મુંબઈના ધીરુભાઈ વિરાણીએ પોતાના પૌત્ર અનિકેત માટે માંગુ નાખ્યું હતું. હરસુખભાઈ કુંડળી મેળાપકમાં ચુસ્તપણે માનતા હતા એટલે એમણે અનિકેતની કુંડળી મંગાવી હતી. હરસુખભાઈએ ગૌરીશંકર શાસ્ત્રીને પોતાના ઘરે બોલાવ્યા હતા અને એમની પાસે કુંડળી મેળવાવી હતી. પરંતુ અનિકેતને ભારે મંગળ હોવાથી શાસ્ત્રીજીએ આ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી હતી. હરસુખભાઈને શાસ્ત્રીજી ઉપર ખૂબ જ વિશ્વાસ હતો કારણકે ગૌરીશંકર શાસ્ત્રીના હરસુખભાઈ સાથેના સંબંધો વર્ષો જૂના હતા. કદી પણ જ્યોતિષ જોવા માટે શાસ્ત્રીજી સામે ચાલીને કોઈના ઘરે જતા નહીં પરંતુ હરસુખભાઈનો ફોન આવે એટલે એ જે ટાઇમે કહે એ ટાઈમે હાજર થઈ જતા. ગૌરીશંકર