પ્રેમ સમાધિ - પ્રકરણ 3

(48)
  • 5.7k
  • 3
  • 4.5k

શંકરનાથે માધુભાઈ સામે જોઈને કહ્યું “મીઠી નજર ? એટલે તમે મને કહેવા સમજાવા શું માંગો છો ? આ બધું ક્યારથી ચાલે છે ? હું મારાં સ્ટાફમાં, તમારાં ઉપર, બધાં ઉપર વિશ્વાસ રાખીને કામ કરું છું બધે નજર હોવાં છતાં કયાંક ત્રુટી રહી જાય છે. મેં પહેલાંજ કહ્યું એમ પાર્સલ પોસ્ટ જે કંઈ અગત્યનું હોય એ ડીલીવર થઇ ગયાં પછી મારી પાસે રજીસ્ટર સહી કરાવવા આવે છે હું આંખ મીંચી વિશ્વાસ કરીને બધે સહી કરી દઊં છું પણ મધુભાઈ હવે આવું નહીં થાય હું કાલેજ ઓફીસ પહોંચીને બધી વ્યવસ્થા ગોઠવી દઈશ.”મધુભાઈએ શંકરનાથ તરફ કરડી આંખ કરતાં કહ્યું “શંકરનાથ તમે જે કંઈ