મશિહા ધરાદીત્ય (ભૂમિનો રક્ષક) - 9

  • 1.9k
  • 814

કોઈ વાતચીત વિના બેસી રહેલા એ બધા લોકો તેમની સામે જોઇને અલગ જ પ્રકારની ઊર્જા પેદા કરી રહ્યા હતા.આ રીતે આવીને એકદમ સીધી રીતે પોતાને બચાવી શકાય એ વાત હજુપણ ભીનોરદાદા માટે માનવી અશકય હતી.સત્યેન અને મિત્રા જલદીથી આમિટ પહોંચવા માટે હવે આતુર થઈ ગયા હતા.પોતાના શિર પર આવી રહેલી એક પછી એક મુશ્કેલીઓ કદાચ તેમના માટે નવા પડકાર બરાબર હતી.સત્યેન પોતાના લીધે પડી રહેલી આ બધી મુશ્કેલીઓથી બેચેન બની ગયો હતો.કેમ તેણે પેલા સૈનિક સાથે લડીને મુશ્કેલી વહોરી હતી ? તે મનોમન પોતાની જાતને કોસતો રહયો.મિત્રા તેની સામે જોઈ રહી હતી.તેને ખબર પડી ગઈ હતી કે સત્યેન ખુદને આ