ઋણાનુબંધ.. - 53

(16)
  • 3.1k
  • 2
  • 1.6k

સ્તુતિએ થોડો સમય જ એવું કર્યું પછી જાણે એ બધું જ સમજી શકતી હોય એમ ક્યારેય કોઈ જ પ્રશ્ન કરતી નહોતી. ઉંમર કરતા વધુ મેચ્યોર એ બની ગઈ હતી. એણે નાનામાં જ પોતાના પપ્પાના પ્રેમને શોધી લીધો હતો. અને નાના પણ એની સાથે એના જેવડા બની મસ્તી તોફાન કરતા હતા. સ્તુતિ બહારના વાતાવરણને જોઈને પણ હવે એકદમ નોર્મલ એ રહેતી હતી. પરિસ્થિતિને એણે જાણે સ્વીકારી જ લીધી હતી. સ્તુતિને જોઈને હવે બધાને મનમાં એક શાંતિ રહેતી કે, એ બાળકીનું મન એકદમ પ્રફુલ્લિત જ રહેતું હતું.પ્રીતિને હજુ મનથી અજય સાથે અંતર થયું નહોતું કારણકે, એ જયારે કોઈ કપલને જોતી ત્યારે એને