ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 110 અને 111

  • 1.9k
  • 806

(૧૧૦) ચાવંડની જીત મહારાણાએ પોતાના સૈન્યને ‘છપ્પન ક્ષેત્ર’ તરફ દોર્યુ. આ છપ્પન ક્ષેત્રમાં મીણા લોકો વસતા હતા. આખાયે પ્રદેશ પર રાઠોડ જાતિના રાજપૂતોનો અધિકાર હતો. પ્રદેશના નામ પરથી આ પ્રદેશના રાઠોડ છપ્પનિયા રાઠોડ કહેવાતા. આ સમગ્ર પ્રદેશ સરહદનો પહાડી પ્રદેશ હતો. મહારાણાએ તો સરહદના પહાડી પ્રદેશમાંથી મોગલોના પ્રભાવને નિર્મુલ કરવાનો નિર્ણય કર્યો હતો. અહીં મીણા જાતિની પ્રજા હતી અને રાઠોડો જમીનદાર હતા. આખાયે પહાડી વિસ્તારમાં રાઠોડ જમીનદારો છવાઈ ગયા હતા. આથી એમનો પ્રજાપર પુષ્કળ ત્રાસ હતો. મહારાણા ઉદયસિંહના સમયમાં એમના દમન વિષે ઉહાપોહ થયો હતો. પરંતુએ અરસા દરમિયાન મહારાણાને મેડતા તથા અજમેરમાં હાજીખાઁ પઠાણ સાથે રંગરાય પાતર( નર્તકી) ના વિષયે