ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 107 અને 108

  • 1.8k
  • 694

(૧૦૭) ધન્ય છે રાવત ભાણને ડુંગરપુર અને વાંસવાડા આ બંને રાજપૂતાનાના નાનકડા રાજ્યો હતા. એના શાસક ચૌહાણવંશીય રાજપૂત હતા. શહેનશાહ અકબરની વિશાળ ફોજ સામે પોતે ટકી નહિ શકે એમ માનીને, પહેલેથી જ આ નરેશોએ મોગલ સલ્તનતની અધીનતા સ્વીકારી લીધી હતી. “મહારાણાજી, મોગલસેના આપણ પાડોશી રાજ્યોને જીતીને આપણને..... મિત્ર વિહોણું પાડી રહ્યું છે. મેવાડ માટે ડુંગરપુર અને વાંસવાડા ખૂબ જ જરૂરી છે. આ રાજ્યો ગુજરાત સાથેના સંબંધની ધોરી નસ છે. હાલ મોગલસેના પંજાવ્બ અને બંગાળામાં વ્યસ્ત છે ત્યારે મોગલસેના પર મુસ્તાક રહેતા ચૌહાણોને સબક શીખવાડવાની જરૂર છે.” કેટલાક સરદારોએ મહારાણા પ્રતાપસિંહને કહ્યું. “ડુંગરપુર અને વાંસવાડા મેવાડમાં ભેળવી દેવાનું તો મારૂંયે સ્વરનું