(૧૦૬) જગન્નાથ કછવાહા ગુપ્તચરે આપેલા સમાચારથી બાદશાહ અકબરના ભવાં તંગ થઈ ગયા. બીજો કોઇ સૂબો હોત અને એણે જો દુશ્મનની આવી પ્રશંસા કરી હોત તો એની ગરદન ઉડાવી દેત, હાથી તળે પગડાવી દેત પરંતુ આ તો સિપેહસાલાર રહીમ ખાનખાનાઁન હતો. પાછો લોકપ્રિય કવિ હતો. ભાઇ હતો. હવે રાજપૂતાનાની ધરતી પર રહીમખાનને ન રહેવા દેવાયું. જહાઁપનાહે આપને શીઘ્ર પ્રસ્થાન કરી, પોતાની તહેનાતમાં હાજર થવાનો હુકમ કર્યો છે. રહીમખાન હસ્યા. આ પરિણામ વાંછિત હતું. હવે અજમેરનો સૂબો કોને બનાવવો? જ્યાં સુધી મેવાડમાં મહારાણા પ્રતાપ હતા ત્યાં સુધી અજમેરની સૂબાગીરી સાવધાનીથી સોંપવામાં આવતી. જગન્નાથ કછવાહા હલ્દીઘાટીના યુદ્ધમાં જઈ આવ્યો હતો. તે આંબેરના રાજા