કમલીનું ભણતર

  • 2.2k
  • 906

કમલીને ભણવું 'તું પણ બિચારી શું કરે! નિશાળ તેના ઘરથી ખાસી હાઘી હતી અને કમલીને કોઈને હથવારોય નહોતો. ઘરવાળા એકલી જવા ન'તા દેતા. એમને મન એવું હતું કે, વગડા વસેથી કમલી એકલી કેમની જઈ હકે? કોકનો હથવારો મળી જાય તે વળી કોક થઈ શકે. પણ કમલીના ભાગ્યમાં કદાચ ભણવાનું નઇ લખ્યું હોય. કમલીનેય ઘણીવાર વિચાર આવતો કે, છોકરીયુંને ભણવા હાટું ભાગ્યનું વળી હું કોમ હશે? એક દી તો કમલીએ બાપાને જઈને કઈ પણ દીધું કે, બાપા અમાર ભણવા માટે ભાગ્યની રાહ કેમની જોવાની? અમે હું ગનો કર્યો હે? અમને આ બાયુનો અવતાર મળ્યો એજ અમારો ગનો એમને? અન બાપા એવું