સંસ્કાર - 5

  • 2.2k
  • 2
  • 1.2k

સંસ્કાર ૫ બીજા દિવસથી રશીદે મને પાકીટમારી ના ગુણ શીખવવાની શરૂઆત કરી. "દેખ અજય.આપણા જમણા હાથના અંગૂઠા નો નખ હંમેશા અડધો ઇંચ લાંબો રાખવાનો.બીજી આંગળીઓના નખ બરાબર સાફ રાખવાના.નવી બ્લેડ લેવાની.અને વચ્ચેથી તોડવાની.અને એ બ્લેડને પણ વચ્ચેથી ત્રિકોણાકારે પાછી તોડવાની.પછી ધાર વાળો ભાગ ઉપર રહે એ પ્રમાણે અંગૂઠા ના નખમાં બરાબર ગોઠવી દેવાની." આ બધુ કહેતા કહેતા રશીદ મને પ્રેક્ટિકલ પણ કરી દેખાડતો હતો.અને હું એક સારા સમજદાર શિષ્યની જેમ. રશીદ ની બધી વાતો ગ્રહણ કરતો જતો હતો. કોઈ શખ્સે પોતાના સાઈડના ખિસ્સા માં પૈસા રાખ્યા હોય.તો બે આંગળીની કરામતથી કઈ રીતે સેરવી લેવા.અંગુઠા માં ભરાવેલી બ્લેડથી ખીસ્સુ કઈ રીતે