લવ યુ યાર - ભાગ 24

(21)
  • 5.8k
  • 3
  • 4.7k

સાંવરી બોલી રહી છે અને મીતની મોમ સાંભળી રહી છે, " ઈશ્વરની કૃપાથી અમારા પ્રેમની જીત થઈ મોમ.. આપણો મીત બચી ગયો. હવે તે એકદમ ઓકે છે. ડૉ. દિપક ચોપરાએ રજા આપી પછી જ હું તેને અહીંયા લઈ આવી છું. આપણો મીત બચી ગયો મોમ.‌‌.આપણો મીત બચી ગયો...અને અલ્પાબેનના ખોળામાં માથું મૂકીને સાંવરી છૂટ્ટા મોંએ રડી પડી. જાણે તેણે લંડનમાં એકલા રહીને જે સહન કર્યું હતું અને પોતાના હ્રદયમાં જે દર્દ ભરીને રાખ્યું હતું તે દુઃખ અને દર્દ અત્યારે તે અલ્પાબેનની આગળ ઠાલવી રહી હતી અને અશ્રુ દ્વારા વહાવી રહી હતી. અલ્પાબેન તેમજ સાંવરી બંને રડી રહ્યા હતા અને એટલામાં