પરેશભાઈએ હસમુખભાઈને શાંતિથી કીધું કે પ્રીતિની જોબ નવી નવી જ છે આથી થોડા સમય માટે એ જેમ છે તેમ ચાલુ રાખીયે પછી જોઈએ કે આગળ શું કરવું. પરેશભાઈએ ન હા પાડી કે ન ના પાડી, પ્રીતિની સાથે વાત કર્યા વગર એમણે કોઈ જ ઈચ્છા જણાવી નહીં અને ભાવનગરથી વિદાઈ લીધી હતી.પ્રીતિ મનોમન દુઃખી હતી. કારમાં બેસી ગયા બાદ એને લાગ્યું કે પોતાના પ્રેમને એ હારી ચુકી હતી. દિલ દુઃખી હતું પણ મન ખુબ જ સંતુષ્ટ હતું કે જે સ્થળે હું અનુકૂળ ન રહી શકી તે સ્થળે સ્તુતિનો ઉછેર કરવાનો નથી.ભીતરે ધબકતી આશ ખોટી પડી હતી,લાગણી સાવ બંજર રણ સમ કોરી