એક હદ પછી

  • 3.1k
  • 1
  • 1.4k

"એય સોડી, આ ચોપડિયું મેલ ને આયા આવ!"   "હવે હું થ્યું માં! તું સે ને બે ઘડી ઝપીને વાંચવાય નથ દેતી."   બૂમ પડતાં નજીક આવેલી રંજુને દેવકીએ કહ્યું.   "હા, હવે બઉ મોટી ભણેસરી ન ભાળી હોય તો લે ઝટ આ ભાથું પકડ ને તારા બાપા ને આલી આય!"   "પણ મા!"   "જો સોડી, તારી જિદ્દ પર જઈ મેં અને તારા બાપાએ તને બારમા હુધી ભણવા દીધી સે, પણ હવે તારી જીદ નહિ હાલે હમજી ને, રંજુ કઈ બોલે એ પહેલા જ  દેવકીએ એને ચૂપ કરી દીધી ને પછી દીકરી ને સમજવતાં બોલ્યાં. "સોડી સ્ત્રીઓની હાચી કદર