ઇન્સ્પેક્ટર રાણા પોતાની ચેમ્બર છોડી બાજુના રૂમમાં જ્યાં અદિતિને બેસાડવામાં આવી હોય છે. રાણા અદિતિને ચિરાગની મોતના સમાચાર આપે છે. રાણાની વાત સાંભળીને અદિતિ ભાંગી પડે છે અને રડવા લાગે છે. તેન રડતી જોઈ ખૂણા ઉભી રહેલી લેડીઃ કોન્સ્ટેબલ આવે છે અને અદિતિને આપણી પીવડાવીને શાંત કરે છે. રાણા કહે છે હું તમારું દુઃખ સમજી શકું છું. પણ મારે મારી કડવી ફરજ નિભાવી પડશ. અને તમે પણ ઇચ્છતા હશોકે ચિરાગની હત્યા કરનાર ઝડપાઇ જાય માટે તમારે અમને સહયોગ કરવો પડશે તો હું પૂછું તે વિગતો તમારે મને જણાવવી પડશે. અદિતિ કહે છે સાહેબ તમારે જે પૂછવું હોય તે પુછી શકો