ડાયરી - સીઝન ૨ - સૂપડાં જેવા કાન

  • 1.7k
  • 716

શીર્ષક : સૂપડાં જેવા કાન ©લેખક : કમલેશ જોષી એક દિવસ અમારા સ્ટાફરૂમમાં એક હસમુખા મિત્રે એક ભજનની પંક્તિ ટ્વિસ્ટ કરીને ગાઈ : "નોકરી તો કરવી તેણે, રાંક થઈને રહેવું રે." અન્ય એક સ્ટાફ મિત્રે એને કરેક્ટ કરતા કહ્યું "નોકરી નહિ, ભક્તિ તો કરવી તેણે, રાંક થઈને રહેવું રે." પેલા હસમુખા મિત્રે કહ્યું, "ભક્તિ અને નોકરી બેય એક જ ને?" બે-ત્રણ વાક્યોનો એ સંવાદ મારા મગજમાં અનેક વિચારો દોડતા કરી ગયો. શું જિંદગી એ એક નોકરી છે? જેમ કોઈ વ્યક્તિ પ્રાઈવેટ કે સરકારી સંસ્થામાં ક્લાર્ક કે મેનેજર કે પટાવાળા તરીકે નોકરી કરતો હોય એમ શું આપણે આપણી ભીતરે ઈશ્વરતત્વને, મમૈવાન્શો