ગતાંકથી... આખરે અડધા કલાકના અરસા માટે ઘણી જ મહેનતે બેઠો થઈ શક્યો, પણ તેનાથી ઊઠીને ઊભા થઈ શકાયું નહીં .જમીન ઉપર જ બેઠા બેઠા ઘસડાતો ઘસડાતો તે બેડ ની નજીક જઈ પહોંચ્યો. બેડ ઉપર બેસવા તે ઉભો થયો પણ તેને માલુમ પડ્યું કે હજુ મારામાં જોઈએ તેટલું બળ આવ્યું નથી. થોડીક વાર સુધી બેડ ઉપર પોતાનું માથું ટેકવી તે પડી રહ્યો. ઘડિયાળમાં એક વાગ્યો હવે ધીમે ધીમે પૃથ્વી ઉભો થયો અને બેડ ઉપર હાથ ટેકવીને બેઠો. અત્યાર સુધીમાં કેટલો સમય પસાર થયો તેનો જ તે માત્ર હિસાબ ગણતો હતો, પણ હવે તેને બીજી વસ્તુઓનો વિચાર આવવા લાગ્યો : 'કાગળ અને