ધબકાર - એક નવી શરૂઆત - ભાગ 4

  • 3.2k
  • 2.1k

હંમેશાં વ્યક્તિને સમજવા ભાષાની જરૂર નથી હોતી , તે વ્યક્તિનું વર્તન પણ ઘણું બધું કહી દે છે. તો શુ પરીન જીયાના વર્તનને અને સાન્વી સમર્થના વર્તનને સમજી શકશે ? પરીન જીયાને લઈને પરેશાન હતો. તે વારંવાર સમર્થ ને બોલાવવાની વાત કરી રહી હતી પણ પરીન ખુદ નહોતો જાણતો કે સમર્થ કોણ છે ? તો પછી એ બોલાવે કેવી રીતે ? અને શુ કામ બોલાવે ? ઉપરથી જીયા નુ વર્તન એટલું અજીબ હતું કે પરીન કંઈ પણ સમજવાની સ્થિતિ મા નહોતો. ડોક્ટરે તેને પોતાના કેબિનમાં બોલાવ્યો." બેસો મિસ્ટર પરીન." ડોક્ટરે પરીનને કેબિનના ‌દરવાજે જોઈ કહ્યું. " જી , ડોક્ટર. મને તો