કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 88

(23)
  • 5.5k
  • 3
  • 3.8k

પરીના ચહેરા ઉપર આછેરું સ્મિત છવાઈ ગયું હતું અને તે સમીરની સાથે મજાક કરતાં બોલી કે, "મિસ્ટર કોઈ છોકરી તમારી સાથે એક કપ કોફી શેર કરે..તેનો મતલબ એવો નથી થતો કે, તે તમને પ્રેમ કરે છે..!!""ના ના, હું ક્યાં એવું કહું છું. પણ મને ગુનેગારોની ફાઈલો વાંચવાની સાથે સાથે મારી નિકટના સભ્યોની આંખો વાંચતા પણ આવડે છે.. મિસ પરી..!!"પરી કંઈ ન બોલી શકી અથવા તો બોલવા નહોતી માંગતી..."એકવાર તો કહી દે કે તું પણ મને....બંને એકમેકની આંખોમાં પોતાના માટેનો પ્રેમ વાંચી રહ્યા હતા...પરંતુ પરી તે સ્વિકારવા નહોતી માંગતી અને એટલે જ તો સમીર આગળ કંઈ બીજું બોલવા જાય તે પહેલા