મૃગજળી ડંખ - ઉઘાડી આંખે પાળેલી પીડાની વ્યથા કથા - 10

  • 3.5k
  • 1
  • 1.6k

પ્રકરણ ૧૦આલાપે સ્વસ્થ થઈને વાત શરૂ કરી, " માયા, છેલ્લા બે મહિનાથી સાવ બદલાઈ ગઈ હતી. મારાં મેસેજીસનાં જવાબો મન હોય તો આપે નહિ તો નહીં અને મ્યુઝિક કલાસ આવવું પણ છોડી દીધું હતું. હું સાવ બેબાકળો થઈ ગયો હતો, ન તો એનું એડ્રેસ જાણું કે ન કોઈ બીજો કોન્ટેક્ટ." "અરે અરે…એડ્રેસ નહોતું લીધું? ક્યારેક આવી નાનકડી બેદરકારી કેવી ભારે પડી જાય છે, એ હવે સમજાયુ. એનું એડ્રેસ મ્યુઝિક ક્લાસમાંથી ન મળી શકયું?" જૈનિશે પૂછ્યું. "ના, ત્યાંથી એમ એડ્રેસ મળવું મુશ્કેલ એટલે હું સતત એને મેસેજ કરતો હતો. ખાવું પીવું કંઈ ભાવતું નહોતું. મમ્મી ગુસ્સે થતી, ફોન મૂક એણે જ