"જાણે રે સૌ દુઃખ, વીરમાત તણા, વ્યથા વીરપિતા તણી સમજે રે હર કોઈ, બલિદાન વીરવધુ તણા, કેમ નવ સમજે રે કોઈ"? અમીએ પરિવાર વિરુદ્ધ જઈને શિવાંશ સાથે લગ્ન કર્યા હતા . લગ્નના એક વર્ષમાં અમી અને શિવાંશ એકબીજાના રંગમાં એવા રંગાઇ ગયા હતા કે ,અમીને તેનો પરિવાર ક્યારેય યાદ જ ન આવતો પણ, આજે આરામ ખુરશીમાં બેઠેલી અમીની નજર તેના મમ્મી પપ્પાના ફોટા પર જતા જ તેને પોતાના ભૂતકાળનો એ સમય યાદ આવી ગયો જ્યારે તે તેના પપ્પાને શિવાંશ માટે મનાવવાના પ્રયત્નો કરી રહી હતી. અમી તેના પપ્પાને વારંવાર એક જ પ્રશ્ન પૂછી રહી હતી કે, તમને વાંધો