૩ એક્કા ફિલ્મ રિવ્યૂ

(11)
  • 3.2k
  • 1.2k

“૩ એક્કા” : ફિલ્મ રિવ્યૂ સહેજપણ કંટાળો ન આવે તેવી સપરિવાર જોઈ શકાય તેવી સરસ કોમેડી ગુજરાતી ફિલ્મ.ગુજરાતી ફિલ્મના દર્શકો માટે હવે મલ્હાર ઠાકર અને યશ સોની નવા નથી રહ્યા. જરા વ્યવસ્થિત બજેટ ધરાવતી દર બીજી ફિલ્મમાં આ બંનેમાંથી કોઈ એકની હાજરી જાણે ફરજિયાત બની ગઈ છે. બંનેની ખાસ અદા અને ડાયલોગની શૈલી દર્શકોએ સ્વીકારી લીધી છે, જે આ ફિલ્મમાં પણ મજા કરાવશે. મલ્હાર તો કોમીક ટાઇમીંગ અને ગોવિંદાની ગુજરાતી ફોટોકોપીની જેમ ધરાર હસાવતો જ આવ્યો છે, જે અહીં પણ જાળવ્યું છે પણ અન્ય કલાકારોએ પણ સહજ અભિનયથી ફિલ્મ રસપ્રદ બનાવી છે. સહાયક પાત્રો તરીકે ઓમ ભટ્ટ, ચેતન દૈયા, પ્રેમ