ગતાંકથી... સર આકાશ ખુરાનાની આ એક નવી શોધ હતી. તેઓ હંમેશાં તેને માટે ગર્વ ધરાવતા અને આ બાબત તેઓએ કોઈને જણાવી નહોતી. તેઓ કહેતા કે આ એક અજાયબી જેવી જ શોધ છે. આ એવી જાતનું યંત્ર છે કે હવાને બહાર તેમજ અંદર આવવા જવા દીધા વિના એ બંધ ઓરડામાંથી ચોખ્ખી હવા મેળવી શકાય. અને જ્યારે સર આકાશ ખુરાનાને હવાની જરૂર જણાતી ત્યારે આ યંત્ર ચાલુ કરતા આથી બારી ખોલવાની તેમને કદી જરૂર પડતી નહીં. જુઓ હું તે ચાલુ કરું છું." હવે આગળ.... મિસ.શાલીનીએ સ્વીચ ચાલુ કરી એટલે મશીનના પંખાઓ ચાલુ થયા અને ઠંડી હવા તે ઓરડામાં ફેલાઈ ગઈ .પૃથ્વીએ મશીન