ધૂલો તો હરખપદૂડો (DTH) - 50

  • 1.7k
  • 630

ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૫૦ ગોલ્ડન જ્યુબિલી મણકોઆપણે જોયું કે હિરકી હણહણાટે માસિક શનિવારીય બેઠક જે એના ઘરે ગોઠવાઈ હતી, એના આહાર બંદોબસ્ત માટે એણે એક જયાબેનને સરસ પંજાબી ભોજન બનાવવા તથા પિરસવાનો ઓર્ડર આપ્યો હતો. એ પંજાબી નાસ્તો છોલે ભતુરે ખાધાં બાદ બૈજુ બાવરીની તબિયત બગડી જાય છે. મૂકલા મુસળધારની સોસાયટીના જ એક સીનિયર સીટીઝન ડોક્ટર સાહેબને રાત્રે જગાડી બૈજુની સારવાર કરવા માટે એમના ઘરે લઈ જવામાં આવે છે. હવે આગળ...ડોક્ટર સાહેબ સિનિયર સિટીઝન હોવા છતાં મૂકલા મુસળધારએ લીધે એમને સકારાત્મક પ્રતિભાવ આપ્યો. એમણે પહેલાં એની સવારથી સંપૂર્ણ દિનચર્યા સાંભળી અને બાદમાં એની ઝીણવટ ભરી તપાસ આદરી.