ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 36

  • 1.4k
  • 1
  • 818

૩૬ રણમાં વીરડી આનકરાજે પ્રવેશ કર્યો. કુમારપાલ તેની સામે જોઈ રહ્યો. પોતાના થાકથી થાકીને એ ખરેખર બે ઘડી ક્યાંક મૈત્રી ઈચ્છી રહ્યો હોય તેવો આતુર જણાતો હતો. કુમારપાલે તેને બે હાથ જોડ્યા: ‘આનકરાજજી!’ ‘આનક સમજી ગયો – ઉદયને વાત ચલાવી હતી.  ‘મહારાજ! હું હવે જે માગવા આવ્યો છું, એની મને ના ન પાડતા!’ આનકે કહ્યું, ‘દેવીની પણ એ જ ઈચ્છા છે. ક્યાંય વિગ્રહને (વિગ્રહ અને જગદેવ આનકના પુત્રો) કે જગદેવને ફરકતા મહારાજે દીઠા? મારા દીકરા જ જ્યાં મારા કહ્યામાં નથી, ત્યાં હું સમર્થ સાથે વેર બાંધુ એમાં મારા સોમનો ને આ બિચારી કુમારી જ્લ્હણાનો ભોગ લેવા જેવું થાય. હું હવે