ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 28

  • 1.8k
  • 2
  • 954

૨૮ કેશવની જળસમાધિ કાકે ભૃગુકચ્છમાંથી પોતાનો એક જાણીતો જુવાન જોદ્ધો સાથે લીધો. એનું નામ આયુધ. અર્બુદપતિનું માપ લેવા એ ઉપડ્યો ત્યારે તેને ખબર ન હતી કે એના ભાવિની યશરેખા હવે જ ઊઘડે છે. એ ભૂમિ પોતાની જાણીતી હતી, એટલે એક કે બીજા રસ્તે કાંઈને કાંઈ સમાચાર એ મેળવી શકશે એવી એને આશા હતી.  એ અર્બુદગિરિમાં આવ્યો, ત્યાં એને એક આશ્ચર્યકારક વસ્તુ લાગી. આંહીં યુદ્ધની તૈયારી થતી એણે જોઈ નહિ. એ છક થઇ ગયો. આંહીં તો યુદ્ધની કોઈ વાત જ નથી, એ શું? પાટણમાં તો વિક્રમના નામે અત્યારે માણસો ધ્રૂજે છે અને વિક્રમ તો તદ્દન શાંત બેઠો હતો. પણ ધીમેધીમે એને