ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 27

  • 1.6k
  • 1
  • 900

૨૭ કાકભટ્ટને સોંપાયેલું કામ ગોવિંદરાજ શાકંભરી તરફ ઊપડી ગયો. બીજા દિવસથી પાટણનગરીનો દેખાવ પણ ફરી ગયો. આવી રહેલા જુદ્ધની વાતો ઠેરઠેર થવા માંડી. પોળેપોળે જુદ્ધનો રંગ દેખાવા માંડ્યો. સૈનિકોની હિલચાલ વધી ગઈ. ફેરફાર થવા માંડ્યા. આનકરાજ ઉપર પાટણને જવું પડે કે આનકરાજ પાટણ ઉપર આવે, પણ જુદ્ધ અનિવાર્ય હતું એ વસ્તુ સૌને સમજાઈ ગઈ હતી. મંત્રીમંડળની ચિંતા વધી. કુમારપાલનું રાજ્યારોહણ રહેશે કે જશે, એવો મહત્વનો પ્રશ્ન આમાંથી ઊભો થતો હતો. ત્યાગભટ્ટ પણ હજી પ્રયત્નમાં જ હતો, એટલે આ જુદ્ધઘોષણામાં કૃષ્ણદેવનું વસ્તુ તદ્દન ભુલાઈ ગયું. રાજ્યારોહણ-મહોત્સવ પણ વિસરાઈ ગયો. રાજપાટિકાની વાત પણ વિસારે પડી. કોઈ અચાનક ઘા કરી ન જાય, એની