૨૬ ગોવિંદરાજને સાધ્યો! કેટલાંક માણસો કામ કઢાવવામાં કોને પકડવો તે જાણે છે. બીજાઓ ક્યારે પકડવો તે જાણે છે. કેટલાકને કેમ પકડવો તે ખબર હોય છે, પણ ક્યારે અને કેમ, કોને પકડવો – ત્રણે વાતના જાણકાર વિરલ હોય છે. ઉદયને ગોવિંદરાજને માલવણ-ક્ષેત્રમા ભૂખ એવો જોયો હતો. આજે એ દેવલબાને મૂકવા આવ્યો. એની ગુજરાત પ્રત્યેની થોડીઘણી સહાનુભૂતિ એમાંથી જ પ્રગટતી હતી. ત્યાં આનકરાજ કરડો હતો અને એનો છોકરો જગદેવ ઉદ્ધત હતો. એ ઉદ્ધત પાસેથી પોતાના ભવિષ્યની કોઈ આશા આને ન જ હોય, એ ઉદયન સમજતો હતો. એ આંહીં આવ્યો, સામે ચાલીને, તો એણે સાધ્યા વિના જવા દેવો, ખાસ કરીને આવા જુદ્ધસમયે એમાં