ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 23

  • 2k
  • 1
  • 1.1k

૨૩ રાજાધિરાજનો અંત ઉદયન આ પરિસ્થિતિ વિશે ક્યારનો શાંત પ્રતીક્ષા કરી રહ્યો હતો. કૃષ્ણદેવ દિનપ્રતિદિન બળવાન થતો જતો હતો – બળવાન નહિ પણ ઉદ્ધત! રાજમહાલયમા એ રાજા જ હતો. હંમેશના નિયમ પ્રમાણે આજે સાંજે ઉદયન રાજખંડમા આવ્યો ત્યારે કુમારપાલ મહામનોમંથનમા હોય તેમ વિશાળ રાજખંડમા એકલો આમથી તેમ આંટા મારી રહેલો દેખાયો. ઘર્ષણ ઊભું કર્યા વિના કૃષ્ણદેવને વશ કેમ કરવો એ મંત્રીને કે કોઈને સમજાતું ન હતું. આંતરકલહ ઊભો થવાની બીકે સૌ શાંત રહી ગયા હતા, એટલે કૃષ્ણદેવે પગલાં આગળ માંડ્યાં હતાં. ‘મહેતા!’ કુમારપાલે એણે જોતા જ કહ્યું. ઉદયન ઊભો રહી ગયો. દીપિકામા તેલ પૂર્વ અનુચર આવતો લાગ્યો કુમારપાલ એના જવાની