ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 18

  • 2.1k
  • 1
  • 1.2k

૧૮ રાજસભા કુમારપાલ થોડી વાર એ પ્રમાણે વિચાર કરતો થોભી ગયો. વાગ્ભટ્ટે કહી તે બારી સામે હોવી જોઈએ. રાજમહાલયના ઉત્તુંગ કોટની ભીંત તો સામે જ હતી, પણ હજી ભળભાંખળું થતું આવતું હતું. માણસોની અવરજવર આ બાજુ પૂરેપૂરી શરુ થઇ ન હતી. આ પળ-બે-પળ  જ એની હતી. એણે પોતાના કામમાં ત્વરા કરવાની હતી.  એ નાનકડો ચોક ચાર-છ સ્તંભના આધારે ઊભો હોય તેમ લાગ્યું. આગળના થોડા ભાગમાં કોઈકે ચણતર-કામ કરીને કઠિયારાઓને ભારી મૂકવાનો વિસામો થાય એવી ગોઠવણ કરી હતી. એવી એક નાનકડી ઓટલા-ભીંતનો આધાર લઈને કુમારપાલ રસ્તામાં કોઈ છે કે નહિ તેની પ્રતીક્ષા કરતો ત્યાં થોભી ગયો. એટલામાં કોઈ બે ઘોડેસવાર આ