ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 17

  • 2.1k
  • 1
  • 1.2k

૧૭ શ્રેષ્ઠી કુબેરરાજને ત્યાં વિક્રમ સંવત ૧૧૯૯ના માગશર સુદ ત્રીજની મધરાત પછીની પહેલી ઘટિકા ચાલતી હતી. વિધાત્રીની પેઠે પાટણનગરીનું ને ગુર્જરદેશનું ભાવિ અત્યારે એના હાથમાં તોળાઈ રહ્યું હતું. નગરી-આખી તો એ વખતે ગાઢ નિંદ્રાને ખોળે પડી હતી. જાગ્રત પહેરેગીરોના ‘હો...હો...હો...!’ એવા રહીરહીને આવતા પ્રલંબ ચોકીદારી અવાજ સિવાય બીજો કોઈ અવાજ ક્યાંયથી સંભળાતો ન હતો.  પશુ, પંખી ને પાન સૂઈ ગયાં હતા. સરસ્વતીનાં જલને પણ કોઈ રમણીય સ્વપ્નની મોહકતાએ ઘેનમાં નાખ્યાં હતાં. સઘળે અંધકારનું સામ્રાજ્ય જામ્યું હતું. આકાશી તારાઓ બે પળ આંખો મીંચી ગયા હતા. આમલીની ઓથે રહેનારું ઘુવડ પણ થંભી ગયું હતું. એ વખતે પાટણના અબજોપતિ શ્રેષ્ઠી કુબેરરાજની ઇન્દ્રભવન જેવી