ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 14

  • 2.3k
  • 1
  • 1.3k

૧૪ કેશવ સેનાપતિ મધ્યયુગી જમાનાની, અંતિમ શબ્દને પ્રાણાંતે પણ પાળવાની ઊર્મિમય ભાવના વડે સેનાપતિ કેશવ જીવતો હતો. એના રોમરોમમાંથી એ વસ્તુ પ્રગટતી હતી. એનું જીવન એને આધારે હતું. વૌસરિ પાસેથી કાંઈ જ સમાચાર જ્યારે પ્રાપ્ત ન થયા ત્યારે એને આશ્ચર્ય થયું. એ સાધુ ભિખારી ભીખ માગતો હજી પ્રપા પાસે પડ્યો હતો એમ ત્રિલોચને કહ્યું. સેનાપતિ કેશવ, બર્બરક, મલ્હારભટ્ટ એ બધાંની રાજસિંહાસન સંબંધી નીતી સ્પષ્ટ જ હતી – મહારાજ જયદેવનો શબ્દ પાળવાની. પણ હવે તેઓ ઘા ખાઈ ગયા. ક્યાંક ઉદયન-કૃષ્ણદેવ એમને સૂતા રાખે નહિ! તેઓ વધારે સાવધ થયા, વધારે નિર્ણયાત્મક બન્યા, કાંતિનગરીના પ્રથમના અનુભવે વધારે ચોક્કસ થવા મંડ્યા. વૌસરિ બનાવ પછી