ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 13

  • 2.3k
  • 1
  • 1.4k

૧૩ પ્રતાપમલ્લ કૃષ્ણદેવ કૃષ્ણદેવ આવ્યો. એ એક વાતનો નિશ્ચય કરીને આવ્યો હતો – રાજ કુમારપાલનું, પણ સત્તા એની પોતાની. એ એને સ્થાપે. આડો ચાલે તો ઉથાપી નાખે. એની પ્રતિષ્ઠા અત્યારે બળવાનમાં બળવાન  શસ્ત્રધારીઓને વશ કરીને ચક્રવર્તીપદે મહાલી રહી હતી. પોતાની એ અદ્વિતીય સ્થિતિનો એને ગર્વ પણ હતો. એને ભવિષ્યમાં માપી લેવાશે કરીને ઉદયને એને અનુકૂળ થઇ જવાની નીતિમાં પહેલેથી વિજય જોયો હતો. હવે એ કોઈક નક્કર યોજના કરી લેવા માગતો હતો. એનાથી થોડે અંતરે ઉદયન પણ એની પાછળ જ આવતો હતો. બંને સાળો-બનેવી ભેટી-મળી લે, પછી પોતે જવું, એ હિસાબે એના પગલાં પડી રહ્યાં હતાં. કૃષ્ણદેવને આવતો જોઇને કુમારપાલ બેઠો