ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 7

  • 2.5k
  • 1
  • 1.5k

૭ ઉદયનની શાંતિ કોવિદાસને અંદર ગયે થોડી જ વાર થઇ, ત્યાં કાકભટ્ટે મંત્રીશ્વર ઉદયનને બહાર આવતો જોયો. મંત્રીશ્વરની મુશ્કેલીના વખતની ને અપમાનના પ્રસંગોની મુખમુદ્રા કાકભટ્ટે ઘણી વખત જોઈ હતી. તે વખતે એમાં અજબ શાંતિ દેખાતી. આજની એની મુખમુદ્રા પણ એવી અજબ શાંતિ દાખવતી હતી. કાકને વિચાર આવી ગયો કે ચોક્કસ કાંઈક બન્યું હોવું જોઈએ. એ એને આવતો જોઈ રહ્યો. એનાં પગલાં સ્થિર હતાં. દ્રષ્ટિ અચળ હતી. મુખમુદ્રા સ્વસ્થ હતી. કેવળ આંખમાં એક પ્રકારની ક્રૂર ગણાય તેવી નિશ્ચયાત્મક દ્રઢતા આવી ગઈ હતી. આંખ વંચાતી હોય તો વાંચનારો ચમકી જાય. ‘હવે તો ત્યારે આમ થશે જ થશે, ગમે તે થાય.’ એવી દ્રઢ