ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 6

  • 2.8k
  • 1
  • 1.7k

૬ કાકભટ્ટે વખત કેમ ગાળ્યો? કોવિદાસ ને ધાર પરમાર કેમ આવ્યા છે એ જાણવાની કાકને તાલાવેલી લાગી હતી. ત્યાગભટ્ટના પ્રેર્યા જો તેઓ આવ્યા હોય તો બંનેને એવી વિદાયગીરી આપવી જોઈએ કે તેઓ જિંદગીભર એ સાંભરે! અને ત્યાગભટ્ટના પ્રેર્યા ન આવ્યા હોય તો બંનેનો અત્યારે આ પરિસ્થિતિમાં કેવી રીતે ઉપયોગ કરી લેવો એ વિચારવા જેવો વિષય હતો. કોવિદાસને માલવમોરચે એક વખત એ મળ્યો હતો. કોવિદાસ સાથે ગાઢ મૈત્રી હોય ને બંનેની વાતમાં પોતાને જીવંત રસ હોય તેમ તેણે વાત શરુ કરી: ‘બહુ દહાડે મળ્યા, કોવિદાસજી! તમે ક્યાંથી – ચંદ્રાવતીથી આવો છો?’ કોવિદાસના દિલમાં તો ચંદ્રાવતીની વાત જ રમી રહી હતી. કાકને