ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 4

  • 2.9k
  • 2
  • 1.8k

૪ પત્તો લાગ્યો! વૌસરિ સરસ્વતીકાંઠે પહોંચ્યો ત્યારે ભોંભાંખળું થવા આવ્યું હતું. નૌકાઓનો વ્યવહાર ચાલુ થઇ ગયો હતો. રોજના નિયમ પ્રમાણે પાટણના દરવાજા ઊઘડવાની તૈયારી હતી. માણસોની મેદની ત્યાં પહોંચવા માટે તલપાપડ થઇ રહી હતી. વૌસરિ ત્યાં સાધુબાવાની ધૂણીઓ પાસે ફરવા મંડ્યો. એણે એક આશ્ચર્ય થતું હતું: પેલા બે ઘોડેસવાર સરસ્વતીને આ કાંઠે દેખાતા જ નહતા એ શું? ઊડીને અંદર ગયા કે પછી તેઓ અહીં આવ્યા જ ન હોય, કે બીજે રસ્તેથી ગયા હોય કે શું થયું હોય? પગપાળા તો પહોંચ્યા નહિ હોય? પણ કોઈને પૂછવું એ શંકા નોતરવા જેવું હતું, એટલે એ ત્યાં ફરતો જ રહ્યો. થોડી વાર થઇ અને