ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 3

  • 3.3k
  • 1.8k

૩ વૌસરિનું ભિક્ષાટન ‘શું કહ્યું તેં? નથી? બંને જણ ઊપડી ગયા? પણ ત્યારે તો આપણે વૌસરિ!...’ ‘જુઓ, મહારાજ! હું તમને કહું. આપણું વહાણ કાંઠે આવીને હવે ડૂબે નહિ તે જોવાનું છે. આ ઝાડનાં પાનને પણ કાન છે, એટલે હવે હું વૌસરિ નથી ને તમે મહારાજ કુમારપાલજી નથી. હું છું માધવેશ્વર અને તમે છો અચળેશ્વર! આપણી વાતનો વ્યવહાર, કોઈ હોય કે ન હોય, પણ હમણાં આમ જ રાખવો.’ ‘પણ એ ઊપડી ક્યારે ગયા?’ કુમારપાલ બોલ્યો. એણે પોતાની નિંદ્રા માટે પસ્તાવો થતો હતો. ‘મારી આંખ મીંચાઈ હોય તો બે ઘડી જ મીંચાઈ છે.’ ‘હજી તેઓ બહુ દૂર ગયા નહિ હોય.’ ‘પણ આપણે