ગુર્જરેશ્વર કુમારપાલ - ભાગ 2

  • 3.1k
  • 2
  • 2k

૨ અચળેશ્વર બારણું વધારે ઊઘડ્યું એટલે કોવિદાસ ને એનો જુવાન સ્વામી બંને અંદર ગયા.  પેલા બ્રાહ્મણે બહાર એક નજર કરી લઇ બારણું પાછું તરત ઠસાવી દીધું. ઝૂંપડીમાં બે ભાગ જણાતા હતા. અંદરના ભાગમાં દીવો બળી રહ્યો હતો. બ્રાહ્મણ અંદર જઈને દીવો બહાર લઇ આવ્યો. દીપિકાનો પ્રકાશ વધારે આવતાં જ કોવિદાસે ઝૂંપડીમા ચારે તરફ નજર ફેરવી. તેણે આશ્ચર્ય થયું. કેવળ ભીખનાં હાંલ્લાં સિવાય ઝૂંપડીમા કાંઈ કહેતા કાંઈ જ ન હતું. પાથરવા માટે કે પરાળનો ઢગલો એક બાજુ કરી રાખ્યો હતો તેમ જણાતું હતું. ઉપર, નીચે કે આસપાસ ક્યાંય કોઈ ધાતુપાત્ર દેખાતું ન હતું. જેટલાં હતાં તેટલાં કાં માટીનાં કાં નાળિયેરનાં કાચલાંના!