ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 97

  • 1.6k
  • 794

(૯૭) શાહબાઝખાન બંગાળાના માર્ગે ઇ.સ. ૧૫૮૦ સાલ હતી. અસહ્ય ગરમી વર્ષાવતો મે માસ ચાલતો હતો, શાહબાઝખાને લગભગ સમગ્ર મેવાડપર વિજય પ્રાપ્ત કર્યો હતો. હવે રાણા પ્રતાપનો ઉપદ્રવ પણ શમી ગયો હતો. સમાચાર હતા કે, તેઓ અરવલ્લીની પહાડીઓમાં છેક સરહદે આબુ તરફ ચાલ્યા ગયા હતા. આથી બાદશાહ શાહબાઝખાન પર પ્રસન્ન હતા. “કીકો રાણો પકડાઈ જાત તો સોનામાં સુગંધ ભળત” આ અસંતોષ તો બાદશાહના અંતરમાં હતોજ. તેને પ્રગટવા દેવા માંગતા ન હતા. તેઓએ શત્રુપક્ષના જોમને, જુસ્સાને ખતમ કરવા રાજધાનીમાં વિજય મહોત્સવનું આયોજન કર્યું. એક સુયોગ્ય સેનાપતિ તરીકે શાહબાઝખાનનું સમ્માન કર્યું. બાદશાહે આ સમારંભ રચી એક કાંકરે બે પક્ષી માર્યા હતા. બાદશાહે બધા