સુરીલી - 3 - છેલ્લો ભાગ

  • 2.3k
  • 1.3k

રાતની બસ હતી .એટલે ,સવારમાં સુરીલી પોતાના ઘરે પહોંચી ગઈ. આવીને જુએ છે તો , ઘરે તાળું મારેલું હતું. એ તરત બાજુમાં જમનાકાકીના ઘરે ગઈ અને પૂછ્યું.. સુરીલી : "કાકી મારા મમ્મા ક્યાં..? ઘરે તાળું મારેલું છે!" જમનાકાકી : (ઓચિંતા સુરીલીને જોઈ આશ્ચર્ય પામી..) " તું અહીંયા..?" સુરીલી : "કાકી , બધી વાતો હું તમને પછી નિરાંતે કહીશ. પહેલા મને કહોને ..મમ્મા ક્યાં છે ?" જમનાકાકી : "એતો તારા ગયા પછી ભગવાન કાકા આવ્યા હતા .બહુ વિનવણી કરી સુમનને અને તારા નાનીને હવેલીમાં રહેવા જવાની.. એટલે એ તારા ભગા દાદાની હવેલીએ રહેવા ચાલ્યા ગયા છે." સુરેલી : (આશ્ચર્ય સાથે) "શું..?"