ન થવાનું તો...?

  • 3.5k
  • 1.5k

ચોમાસાની ઋતુ છે.વરસાદી માહોલમાં રોડ પરની લાઈટો બંધ થઈ ગઈ છે.એટલે બધે અંધારપટ છે.ચોતરફ પાણી જ પાણી વરસી રહ્યું છે.રાતના બારેક વાગ્યાના સુમારે એક ઝૂંપડું હજીએ મરવાની અણીએ ધમધમી રહ્યું છે. આ ધોધમાર વરસાદ વચ્ચે રમા એના પાંચ મહિનાના દીકરાને પાલવમાં સંકોરીને એક ખૂણામાં બેઠી છે.એ ચીથરેહાલ સાડીને પાલવની ઓથે એ જીવ જીંદગી જીવવા મથી રહ્યો છે.માંડ ચાર માણસો બેસી શકે એવડી ઓરડીમાં જાણે આજે સીધું આભ નીતરતું હોય એમ એ કાપડનાં નેવા ચૂવી રહ્યા છે.ફુટપાથ પર એટલું પાણી છે કે, આ ઝુંપડી પણ જાણે નદીમાં બંધાઈ હોય એમ ઘૂંટી સમુ પાણી વહી રહ્યું છે.અને ખુલ્લા મેદાનમાં ઊભી કરેલી ઝુંપડી