લવ યુ યાર - ભાગ 23

(20)
  • 5.8k
  • 2
  • 4.7k

સાંવરીના સાસુ અલ્પાબેન તો સાંવરીની વાત સાંભળીને જ વિચારમાં પડી ગયા કે, આ બંનેએ મારાથી એટલે કે પોતાની માં થી કઈ વાત છુપાવી હશે ? અને પછી તેમને પોતાનો નાનકડો મીત યાદ આવી ગયો કે, મીતે તો અત્યાર સુધીમાં ક્યારેય કોઈ વાત મારાથી છૂપાવી નથી તો આ વખતે... કદાચ મારો મીત હવે બદલાઈ ગયો છે...અને તેમનું મોં પડી ગયું પણ પછી તરત જ તેમના દિલમાં થયું કે, ના ના આખી દુનિયા બદલાઈ જાય પરંતુ મારો મીત ન બદલાય અને તેમણે આગળની વાત જાણવા માટે, સાંવરીને પ્રશ્ન પૂછ્યો કે, " કેમ બેટા શું થયું હતું ? કંઈ અજુગતું તો નહોતું થઈ